Pages

Search This Website

Wednesday, April 19, 2023

શાળા વ્યવસ્થાપન સમિતિ (SMC) તથા શાળા સંચાલન અને વિકાસ સમિતિ(SMDC) ની પુનઃરચના કરવા બાબત 17/4/2023નો લેટર

 શાળા વ્યવસ્થાપન સમિતિ (SMC) તથા શાળા સંચાલન અને વિકાસ સમિતિ(SMDC) ની પુનઃરચના કરવા બાબત 17/4/2023નો લેટર 

મહત્વપૂર્ણ લિંક 

શાળા વ્યવસ્થાપન સમિતિ (SMC) તથા શાળા સંચાલન અને વિકાસ સમિતિ(SMDC) ની પુનઃરચના કરવા બાબત 17/4/2023નો લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો 



શાળા વ્યવસ્થાપન સમિતિની પુનઃ રચના કરવા બાબત . સંદર્ભ : ન.એસ.એસ.એ. / કોમ્યુ.મોબી . / ૨૦૨ ૧ / ૧૯૪૧૭-૧૯૫ ૬ ૬ તા .૧૫ / ૦૬ / ૨૦૨૧ . ને ઉપરોકત વિષય અને સંદર્ભ પરત્વે રાઈટ ટુ એજયુકેશન એકટના સેકશન -૨૧ મુજબ જિલ્લાની તમામ પ્રાથમિક શાળાઓમાં શાળા વ્યવસ્થાપન સમિતિ ( SMC ) તથા માધ્યમિક શાળાઓમાં શાળા સંચાલન અને વિકાસ સમિતિ ( SMDC ) ૨૦૧૦-૧૧ થી રચના કરવામાં આવેલી છે . આર.ટી.ઈ.રૂલ્સ ૧૬ ( ૧ ) માં જણાવ્યા અનુસાર SMC ની દર બે વર્ષે પુનઃરચના કરવાની થાય છે તે પ્રમાણે શાળા વ્યવસ્થાપન સમિતીની પુનઃ રચના વર્ષ ૨૦૧૮-૧૯ માં કરવામાં આવેલ હતી . ત્યારબાદ જુન ૨૦૨૦ ૨૧ માં કોરોના મહામારીના કારણે શૈક્ષણિક સત્ર online માધ્યમથી જ શરૂ કરી શકયા હતા . આથી શાળાઓમાં SMC ની પુનઃરચના કરવામાં આવેલ નથી . સમગ્ર જિલ્લામાં એકસૂત્રતા જળવાય તે રીતે વર્ષ - ૨૦૨૧-૨૨ માં ( વર્ષ -૨૦૨૨ , ૨૦૨૩ માટે ) પુનઃરચના કરવાની થાય છે જે અંગે નીચે મુજબની સુચનાઓ ધ્યાને લઈ SMC ની પુનઃ રચના કરવાની રહેશે . SMC માં ૭૫ ટકા ( ૯ સભ્યો ) શાળામાં અભ્યાસ કરતાં બાળકોના માતા - પિતા કે વાલીઓમાં જે વાલી એક વખતના કાર્યકાળમાં સભ્ય બની ચુકયા છે તે વાલી પુનઃ રચનામાં પુનઃ નિયુકિત ન મેળવી શકે તેવું આયોજન કરવાનું રહેશે . > SMC માં એક સભ્ય સ્થાનિક શિક્ષણવિદમાં નિવૃત આચાર્ય અથવા જે ગામના વતની હોય તેવા સરકારી અધિકારી કે જેઓ નિવૃત હોય અથવા તેઓની સર્વિસ ચાલુ હોય તેઓને શિક્ષણવિદ્દ તરીકે લેવા સંબધિતોને જણાવવાનું રહેશે . - શાળામાં વાલીસભા , ગ્રામસભા યોજી આચાર્યશ્રી દ્વારા શાળા વ્યવસ્થાપન સમિતિ SMC ની પુનઃ રચના માટે વાલી મીટીંગનું આયોજન કરવું અને વાલી મીટીંગ માટે અઠવાડિયા અગાઉ વાલીઓને જાહેર સ્થળો પર જાહેરાત કરી જાણ કરવાની રહેશે તેમજ પુન રચનાની કામગીરી માટે મળેલ વાલી મીટીંગની કાર્યવાહી નોંધ તૈયાર કરવાની રહેશે . - ઉપરોકત તમામ બાબતોમાં કોવીડ -૧૯ ની ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે . તમામ શાળાઓમાં પુનઃ રચના થઈ ગયા બાદ સીઆરસી કો . ઓ . તેના હસ્તકની તમામ શાળાઓમાં શાળા વ્યવસ્થાપન સમિતિ SMC ની નિયમોનુસાર પુનઃ રચના થયેલ છે તે અંગેનું પ્રમાણપત્ર બીઆરસી કો . ઓ . ને આપે બીઆરસી કો . ઓ . તેના તાલુકાની તમામ શાળાઓની પુનઃ રચના થયેલ છે તેવું પ્રમાણપત્ર જિલ્લા પ્રોજેકટ કો . ઓ.ને મોકલી આપવાનું રહેશે ,
પ્રમાણપત્ર આથી પ્રમાણપત્ર આપવામાં આવે છે , કે તાલુકો .. ની તમામ પ્રાથમિક શાળાઓમાં વર્ષ - ૨૦૨૧-૨૨ અન્વયે થયેલ પરિપત્ર મુજબ તમામ એસ.એમ.સી.માં પુન : રચના નિયમો અનુસાર થયેલ . જેની ખરાઈ કરી આ પ્રમાણપત્ર આપવામાં આવે છે . તારીખ : -............. ૨૦૨૧ બી.આર.સી .. સહી તથા સિક્કો પ્રમાણપત્ર આથી પ્રમાણપત્ર આપવામાં આવે છે , કે તાલુકો ... ની તમામ પ્રાથમિક શાળાઓમાં વર્ષ - ૨૦૨૧-૨૨ અન્વયે થયેલ પરિપત્ર મુજબ તમામ એસ.એમ.સી.માં પુન : રચના નિયમો અનુસાર થયેલ . જેની ખરાઈ કરી આ પ્રમાણપત્ર આપવામાં આવે છે . તારીખ : -........... ૨૦૨૧ બી.આર.સી ....... સહી તથા સિક્કો

શાળા વ્યવસ્થાપન સમિતિની પુનઃ રચના કરવા બાબત .


શાળા વ્યવસ્થાપન સમિતિની પુનઃ રચના કરવા બાબત

For Best View Please Open This Website In CHROME / OPERA Browser

No comments:

Post a Comment

Comments