Pages

Search This Website

Monday, August 14, 2023

જૂનથી મે સુધીના તમામ મહત્વના દિવસો || દિન વિશેષ

જૂનથી મે સુધીના તમામ મહત્વના દિવસો || દિન વિશેષ

 વર્ષમાં આવતા વિશેષ દિવસોનો પરિચય || દિન વિશેષ

શાળામાં ઉજવી શકાય એવા દિન વિશેષ ની માહિતીની શાળાઓને જાણ કરવા બાબત 

શાળા શિક્ષણનું કેન્દ્ર છે, તેને શિક્ષણનું અસરકારક માધ્યમ બનાવવાનું આપણા હાથમાં છે. તે ત્યારે જ સંભવ બને જ્યારે બાળક સતત વિકસતું રહે અને તો જ સમાજની શિક્ષણ પાસેની અપેક્ષાઓ પૂર્ણ થાય. આ માટે શાળા કક્ષાએ માત્ર વર્ગખંડમાં થતું કાર્ય પર્યાપ્ત નથી, શાળાનું મેદાન, પર્યાવરણ, શરીર - મન - સમૂહ સાથે ઓતપ્રોત થતી પ્રવૃત્તિઓ મહત્વની છે. એ રીતે બૌદ્ધિક વિકાસ માટે પણ અનેકવિધ પ્રવૃત્તિઓ આયોજિત થવી જોઇએ.

દિનવિશેષની ઉજવણી પણ આ પ્રવૃત્તિઓમાં શિરમોર છે. આપણે જાણીએ છીએ તેમ દરેક દિવસ આપણા સૌ માટે નવો સંદેશ લઈને આવે છે. માનવજાતના ઇતિહાસમાં દરેક દિવસ કોઈ ને કોઈ ઘટનાનો સાક્ષી બન્યો છે. રોજ ઉગતો સૂર્ય એની ક્રાંતિનાં કિરણો આપણા પર ફેંકે છે. નવી આશાઓ જન્માવે છે.

પ્રત્યેક દિવસ આપણને કંઇક શીખવાનો મોકો આપે છે. આ માટે પણ વિદ્યાર્થીઓ વિવિધ દિન વિશેષથી માહિતગાર થાય તે ખૂબ જ જરૂરી છે. વિવિધ દિન વિશેષની ઉજવણી કરવાથી વિદ્યાર્થીઓ વિવિધ બાબતોથી જાણકાર થાય છે અને તેની શારીરિક તેમજ માનસિક અભિવ્યકિતનો વિકાસ થાય છે. લાંબાગાળે આ બાબતો તેના વ્યક્તિત્વના નિખાર માટે ઉપયોગી નીવડે છે. 

ડાઉનલોડ કરો દરેક મહિના ના દિનવિશેષની pdf 

દિને દિને નવમું નવમું દરેક દિવસ નવો બની રહે. તેનાથી શાળા પણ વિદ્યાર્થીઓ માટે નવસ્પંદન જગાવવા ઉપયોગી બની રહે. શાળાના ભાવાવરણમાં હકારાત્મક વિચારોના નિર્માણ અને આદાનપ્રદાન કરવા માટે દિન વિશેષની ઉજવણી વિશેષતઃ ઉપયોગી બની રહેશે. આ માટે શાળા કક્ષાએ રચવામાં આવેલ બાલવૃંદ પણ ખૂબ સહાયક બની શકશે.

ઉક્ત બાબતો લક્ષમાં રાખી જીસીઈઆરટી દ્વારા પસંદિત લેખકો પાસે દિન વિશેષનું આલેખન કરાવવામાં આવ્યું છે. સમીક્ષકો દ્વારા આ સાહિત્યની સમીક્ષા કરી તેમાં માહિતી દોષ ન રહે તેની પૂરતી કાળજી પણ લેવામાં આવી છે. છતાં તૈયાર થયેલ આ સાહિત્યમાં સુધાર અવકાશ માટે કોઈ ક્ષતિદોષ જણાય તો ધ્યાન દોરવા વિનંતી છે જેથી તે સુધારી શકાય અને આખરે શિક્ષકો માટે ઉપયોગી અને વિદ્યાર્થીઓ માટે ઉપકારક બની શકે. મને આશા છે કે તૈયાર થયેલ આ દિન વિશેષ સાહિત્ય શિક્ષકો અને વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી બની રહેશે.

દિન વિશેષ સાહિત્યની જાણ જિલ્લાની તમામ શાળાઓને કરવા બાબત અહીથી જુઓ 

દિન વિશેષ યાદી જોવા માટે અહીં ક્લિક કરો.

દિન વિશેષ સાહિત્ય

માસ : ઓગષ્ટ : દિન વિશેષ ડાઉન લોડ કરવા અહીં ક્લિક કરો.

માસ : સપ્ટેમ્બર : દિન વિશેષ ડાઉન લોડ કરવા અહીં ક્લિક કરો.

માસ : ઓકટોબર : દિન વિશેષ ડાઉન લોડ કરવા અહીં ક્લિક કરો.

માસ : નવેમ્બર : દિન વિશેષ ડાઉન લોડ કરવા અહીં ક્લિક કરો.

માસ : ડિસેમ્બર : દિન વિશેષ ડાઉન લોડ કરવા અહીં ક્લિક કરો.

માસ : જાન્યુઆરી : દિન વિશેષ ડાઉન લોડ કરવા અહીં ક્લિક કરો.

માસ : ફેબ્રુઆરી : દિન વિશેષ ડાઉન લોડ કરવા અહીં ક્લિક કરો.

માસ : માર્ચ : દિન વિશેષ ડાઉન લોડ કરવા અહીં ક્લિક કરો.

માસ : એપ્રિલ : દિન વિશેષ ડાઉન લોડ કરવા અહીં ક્લિક કરો.

જૂનથી મે સુધીના તમામ મહત્વના દિવસો || દિન વિશેષ

વર્ષમાં આવતા વિશેષ દિવસોનો પરિચય || દિન વિશેષ

No comments:

Post a Comment

Comments