પીટીસી, સીપીએડ,ડીપીએડ,ડીબીએડ, એ.ટીડી., ડીપ્લોમા એ.આર્ટ, ડ્રોઇંગ પેઇન્ટિંગ,જી.સી.સી., ટેટ,ટાટ,એચ.ટાટ,એચ.માટ,ટાટ સેકન્ડરી, ટાટ હાયર સેકન્ડરી, સ્પેશિયલ ટેટ-૧, સ્પેશિયલ ટેટ-૨ વિગેરે તમામ પરીક્ષાઓની માટે ગુણપત્રક, પ્રમાણપત્ર માઇગ્રેશનની ડુપ્લીકેટ કોપી મેળવવા માટેની પ્રક્રિયા
ડુપ્લીકેટ માર્કશીટ/પ્રમાણપત્ર/માઇગ્રેશન માટેની સૂચના
ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર જણાવે છે કે, અત્રેની કચેરી દ્રારા લેવાતી પીટીસી, સીપીએડ,ડીપીએડ,ડીબીએડ, એ.ટીડી., ડીપ્લોમા એ.આર્ટ, ડ્રોઇંગ પેઇન્ટિંગ,જી.સી.સી., ટેટ,ટાટ,એચ.ટાટ,એચ.માટ,ટાટ સેકન્ડરી, ટાટ હાયર સેકન્ડરી, સ્પેશિયલ ટેટ-૧, સ્પેશિયલ ટેટ-૨ વિગેરે તમામ પરીક્ષાઓની માટે ગુણપત્રક, પ્રમાણપત્ર માઇગ્રેશનની ડુપ્લીકેટ કોપી મેળવવા માટેની પ્રક્રિયા “ રાજ્ય પરીક્ષા બોર્ડ ” ની વેબાસાઇટ પર ઓનલાઇન ફોર્મ ભરી શકાશે.
અગાઉ ઉક્ત સેવા કચેરી ખાતે રૂબરૂ આવીને મેળવવાની રહેતી હતી. પરંતુ ઉપરોક્ત સેવા રાજય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્રારા ચાલુ માસથી-૨૦૨૩થી online અરજી કરવાની રહેશે. જેથી ઘરે બેઠા online અરજી કરવાથી સરળતાથી સ્પીડ પોસ્ટ મારફતે અરજદારને મળે તેવી સુવિધા ઉપલબ્ધ કરેલ છે. વધુમાં ઉક્ત સ્પીડ પોસ્ટ સેવા નું ટ્રેકીંગ અરજદાર તેઓના મોબાઇલ ફોન મારફતે કરી શકે તેવી વ્યવસ્થા ઉપલબ્ધ છે. જેથી અરજદાર સ્પીડ પોસ્ટ ટપાલની છેલ્લી સ્થિતિ ની જાણકારી મેળવી શકે છે.
ગુણપત્રક ખોવાઇ જવાના કિસ્સામાં ડુપ્લીકેટ મેળવવા માટે નિયત નમૂનામાં ફોર્મ, સ્વ-ધોષણાપત્રક (એનેક્ષર- એ) એક આઇડીપ્રુફ વેબસાઇટ પર ઉકત આધારો રજૂ કર્યેથી ડુપ્લીકેટ ગુણપત્રક, પ્રમાણપત્ર અને માઇગ્રેશન મેળવવા માટે online પ્રક્રિયા કરવાથી મેળવી શકાશે.
ઓનલાઇન પ્રક્રિયા માટેની વેબસાઈટ website www.sebeservice.in પર જઈને Online Service મેનુ ઉપર ક્લીક કર્યા બાદ વિદ્યાર્થીઓ રાજય પરીક્ષા બોર્ડ પાસેથી મેળવવાના થતા દસ્તાવેજો રૂબરૂ કચેરીમાં આવ્યા સિવાય જે સેવા ઓનલાઇન ઉપલબ્ધ છે તે મેળવવા ઓનલાઇન અરજી કરી શકશે. તેમની તમામ પરીક્ષાના વિદ્યાર્થીઓ, કોલેજ-શાળાના આચાર્યશ્રીએ અને વાલીશ્રીને નોંધ લેવા વિનંતી.
ઓનલાઇન અરજી કરવાની રીત:-
* ડુપ્લીકેટ માર્કશીટ/પ્રમાણપત્ર/માઇગ્રેશન માટે ઉમેદવારે ઓનલાઇન અરજી કરવા માટે નીચે મુજબના સ્ટેપ્સ અનુસરવાના રહેશે.
→ અરજદારે અરજી કરવા માટે સૌ પ્રથમ sebeservice.in ક્લિક કરવું.
→ sebeservice.in ક્લિક કર્યા પછી અરજદારે ઓનલાઇન સર્વિસ (Online Service) પર ક્લિક કરવું.
→ ઓનલાઇન સર્વિસ (Online Service) પર ક્લિક કર્યા બાદ સૌપ્રથમ રજીસ્ટ્રેશન કરવાનું રહેશે જેમાં ઉમેદવારની Personal Details ભરવાની રહેશે.
→ રજિસ્ટ્રેશન થયા પછી આપનો મોબાઇલ અને ઈ-મેઇલ આઇડી પૈકી એક જ આપનુ યુઝર આઇડી રહેશે.
→ રજીસ્ટ્રેશન Successful થઇ જાય પછી આપનો મોબાઇલ/ઈ-મેઇલ આઇડી અને પાસવર્ડથી લોગિન કરવું.
→ ત્યાર બાદ જરૂરિયાત મુજબની ડુપ્લિકેટ માર્કશીટ/સર્ટીફિકેટ, માઇગ્રેશન મેળવવા માટે Select Exam પર ક્લિક કરવું.
→ Select Exam પર ક્લિક કર્યા બાદ Examનું લિસ્ટ Open થશે જેમા આપે કઇ Examની
માર્કશીટ/સર્ટીફિકેટ લેવાનુ છે તેના પર ક્લિક કર્યા બાદ Submit બટન પર ક્લિક કરવાનું રહેશે.
→ Submit પર ક્લિક કર્યા બાદ જણાવેલ સુચના મુજબની પ્રક્રિયા કરવી પછી આગળ વધો Button પર ક્લિક કરવુ.
→ ત્યાર બાદ આપની જમણી બાજુએ એક Button એટલે કે અત્યારે જ અરજી કરો એ Button પર ક્લિક કરવું.
→ અરજી પર ક્લિક કર્યા બાદ ફોર્મ ભરવાનુ રહેશે જેમાં આપે આપની પરીક્ષાની માહીતી ભરવાની રહેશે.
→ માહિતી ભર્યા બાદ આપે નીચે એક ચેક બોક્સ આપેલુ છે જેમાં આપે બાહેધરી(Declaration) આપવાની રહેશે કે ઉમેદવારે માહિતી ભરી એ સાચી છે. જો આપ સેવ કરવા માંગતા હોય માહિતી તો Save as Draft પર ક્લિક કરવાનું રહેશે અન્યથા આપ Next Button પર ક્લિક કરી આગળ વધવાનું રહેશે.
→ માહિતી ભર્યા બાદ માંગ્યા મુજબના ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે. ડોક્યુમેન્ટ અપલોડ કરી Submit પર ક્લિક કરવાનું રહેશે.
→ ડોક્યુમેન્ટ અપલોડ કરી Submit પર ક્લિક કર્યા બાદ ફી ભરવા માટે Payment Details ની માહિતી અને સૂચનાઓ આવશે જે સૂચના અનુસરી Pay Now પર ક્લિક કરવાની રહેશે. Pay Now પર ક્લિક કરતાની સાથે જ Payment Option આવશે જેમા આપે Term and Condition પર ક્લિક કરવાનું રહેશે.
ત્યારબાદ આપ કઇ રીતે Payment કરવા માંગો છો એ Option પર ક્લિક કરવાનું રહેશે.
→ Payment થઈ ગયા બાદ Successful નો મેસેજ આપની Screen પર જોઇ શકશો ત્યારબાદ એપ્લિકેશન નંબર જનરેટ થશે જે આપે આપની પાસે સાચવવાનો રહેશે.
→ એપ્લિકેશન નંબર જનરેટ થયા બાદ જ આપની અરજી કન્ફર્મ ગણાશે.
અગત્યની લીંક
ડુપ્લીકેટ માર્કશીટ માઇગ્રેશન સર્ટીફીકેટ મેળવવા માટેની માર્ગદર્શિકા ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.
ડુપ્લીકેટ માર્કશીટ/પ્રમાણપત્ર/માઇગ્રેશન માટે ઉમેદવારે ઓનલાઇન અરજી કરવા માટે અહીં ક્લિક કરો
No comments:
Post a Comment