Pages

Search This Website

Friday, January 19, 2024

બાલવાટિકા અમલીકરણનું મોનીટરીંગ કરવા બાબત લેટર વાંચવા માટે ઉપયોગી લીંક

બાલવાટિકા અમલીકરણનું મોનીટરીંગ કરવા બાબત લેટર વાંચવા માટે ઉપયોગી લીંક

પરિપત્રની pdf જોવા માટે અહીં ક્લિક કરો.
ઉપરોક્ત વિષય અને સંદર્ભ અન્વયે જણાવવાનું કે NEP-2020ને ધ્યાને લઇને જીસીઇઆરટી દ્વારા બાલવાટિકા અંતર્ગત શિક્ષક માર્ગદર્શિકા અને વિદ્યાર્થી સ્વઅધ્યયનપોથી તૈયાર કરવામાં આવેલ છે. આ સાહિત્ય સંદર્ભે તાલીમ પણ આપવામાં આવેલ છે. આ તાલીમનું શાળા કક્ષાએ યોગ્ય રીતે અમલીકરણ થાય છે કે કેમ? તે જાણવું ખૂબ જ જરૂરી છે.

આ માટે ડાયટના તમામ સિનિયર લેક્ચરર અને લેક્ચરરને શાળા કક્ષાએ તેમના લાયઝન તાલુકામાં અથવા જે લેક્ચરરને તાલુકા ફાળવેલ નથી તેવા કિસ્સામાં પ્રાચાર્યશ્રી દ્વારા ફાળવવામાં આવે તે તાલુકામાં મોનીટરીંગ માટે મોકલી આપવા આથી જણાવવામાં આવે છે. શાળા મુલાકાત દરમિયાન મોનીટરીંગ કરી સુધારાત્મક બાબતો સંદર્ભે શાળાના આચાર્યશ્રી અને સ્ટાફ સાથે બેઠક કરીને માર્ગદર્શન આપવાનું રહેશે.



શાળા કક્ષાએ મોનીટરીંગમાં જતાં પહેલાં કઇ કઇ બાબતોની ચકાસણી કરવાની છે તે ડાયટ કક્ષાએ ચર્ચા કરીને નક્કી કરીને જવું. શાળા કક્ષાએ જઇ બાલવાટિકા, તાલીમો, નિપુણ ભારત, FLN, બેઇઝ લાઇન સર્વે, બાલવૃંદની રચના અને તેની પ્રવૃત્તિઓ, બાળમેળા, વાર્તા સ્પર્ધા, ઇનોવેશન ફેર, કલા ઉત્સવ વગેરે તમામ બાબતોની પણ ચકાસણી કરવાની રહેશે. આ કાર્યમાં બી.આર.પી. બાલવાટિકાને પણ જોડવાના રહેશે તેમજ સી.આર.સી./ બી.આર.સી. દ્વારા કરવામાં આવતા મોનીટરીંગની પણ ચકાસણી કરવાની રહેશે.

મોનીટરીંગ દરમિયાન વિવિધ યોજનાઓ, પદ્ધત્તિઓ સંદર્ભે કોઇ શિક્ષક દ્વારા શાળા કક્ષાએ સારી પ્રેક્ટીસ થતી હોય તો તેવા શિક્ષકોના નામ, શાળાનું નામ, તાલુકો, જિલ્લો અને મોબાઇલ નંબર વગેરે વિગતો અભ્યાસક્રમ શાખા, જીસીઇઆરટીને શાળા મુલાકાત લીધા પછી તાત્કાલિક મોકલી આપવાની રહેશે. દરેક સિનિયર લેક્ચરર અને લેક્ચરરે વ્યક્તિગત રીતે પ્રથમ સત્ર દરમિયાન ઓછામાં ઓછી ૧૦ શાળાઓની મુલાકાત લેવાની રહેશે

બાલવાટિકા અમલીકરણનું મોનીટરીંગ કરવા બાબત લેટર વાંચવા માટે ઉપયોગી લીંક

No comments:

Post a Comment

Comments