Pages

Search This Website

Saturday, July 13, 2024

ધો.1 અને 2 તાલીમ નવીન અભ્યાસ સામગ્રીનો ઉપયોગ :-

 *આજની તાલીમના મુદ્દા*

*ધો.1 અને 2 તાલીમ નવીન અભ્યાસ સામગ્રીનો ઉપયોગ :-*

🔖અભ્યાસક્રમ જીવન કૌશલ્ય અને એક્ટિવિટી બેસ પર ભાર.

પાઠયપુસ્તક ઉદાહરણ સમજતો હોવો જોઇએ 

NEP 2020 પ્રકરણ 4 માં પેટા 26 બાબતે પ્રિ વોકેશનલની વાત છે અને અમલીકરણ બાબતે લાંબી પ્રક્રિયા છે જે વિદ્યાર્થી શીખવાની સાથે જ્ઞાનાત્મક ક્ષેત્ર ની સાથે વાત્સવિક અનુભવ મેળવે તે જરૂરી છે.

🔖10 ડે બેગ ડે એટલે 10 દિવસ વિદ્યાર્થી બેગ લીધા વગર આવે તે છે પણ વાસ્તવિક કૌશલ્ય શીખે તે છે.શારીરિક કે અન્ય અનુભવે શીખે તે કૌશલ્ય પ્રાપ્ત કરે તે છે. જુદાજુદા ક્ષેત્રમાં આવતા વ્યવસાયિક અનુભવ મેળવે તે છે.અધ્યયન નિષ્પત્તિ કેલેન્ડર બનાવવું છે તે મુજબ આયોજન કરવામાં આવે અમલીકરણ કરવાનું છે.શિક્ષક,વાલી અને સમાજ ને જોડી પ્રવૃત્તિ કરવાની છે. વ્યાવસાયિક જગત આપની શાળામાં આવી શકે.જેમ કે...ગૃહ ઉદ્યોગ,લઘુ ઉધોગ,નાના વ્યવસાયનું જતન થાય . અભ્યાસક્રમ સાથે જોડાયેલા હોય તેવા મુદ્દા પસંદ કરવામાં આવે અને સલામતી બાબતે ધ્યાને લેવામાં આવે.

મહેશભાઈ મહેતા સાહેબ

🔖30 અલગ અલગ સામગ્રી આપવામાં આવેલ છે. વિદ્યાર્થીના ઉપયોગ માટે તો કેટલી સાહિત્ય શિક્ષક માટે...માટે 300 રૂપિયા ઉપાયોગ થી બનાવેલ છે.નિષ્ઠા વાન શિક્ષક હોય તેવી લાગણી વાળા શિક્ષક સામગ્રી ના હોય તો પણ સારી કામગીરી કરતો હોય છે.આ સામગ્રી કેવી રીતે ઉપયોગમાં લેવી તે માટે કોઈ રોકેટ સાયન્સ નથી પછી વિવેક બુદ્ધિ થઈ શકે તેમ છે.

શિક્ષક માટે એક તાલીમ એક સરખો વિચાર જાય તે હેતુ રહેલ છે.આ સામગ્રીનો ઉપયોગ બાળકો માટે છે તે પડી ના રહે તે જોવું.ફાટી જાય તૂટી જાય ફરી આપવામાં આવશે.સામગ્રી ઉપયોગ ફરજિયાત કરવાનો રહેશે.શીખવાની દરેક તક બાળકોને મળી રહે તેમાટે સામગ્રી આપવામાં આવેલ છે.નિપૂણ ભારત મિશન સંતોષવા માટે આ સામગ્રી માટે આપેલ છે .2026-27 બાળકો વાચન લેખન ગણન નિપૂણ બને તે મુજબ ગુજરાત રાજ્યની પ્રથમ પહેલ છે.દરેક સામગ્રીના ચિત્રો સાથેના સાહિય આપેલ છે.આપણા બાળકો માટેની સાહિત્ય છે તે મુજબ ઉપયોગ કરવાનો રહેશે.

🔖સાહિત્ય પરિચય

1.શિક્ષક સાથી...

2.અધ્યયન સંપુટ..ગુજરાતી ધો.1 શિક્ષક ક્યા સમયે સમૂહ કાર્ય કરવાનું છે તે વ્યક્તિગત કાર્ય કરવા બાળકને ક્યા બેસવું છે તે આપેલ છે આ સંપુટ બાળક પાસે રહેશે.જૂથ કરી નિયત કરેલ છે.સમૂહ કાર્ય શિક્ષક દ્વારા કરવામાં આવશે.વર્ગ ખંડ રાજા તરીકે શિક્ષક સ્વતંત્ર આયોજન કરી શકશે.લાસ્ટ લીટી માં ફુટર વિદ્યાર્થી ને અને શિક્ષક તર્ક કરવાનો રહેશે.ક્યું આર કોડ દીક્ષા એપ સાથે લીંક કરેલ છે તેનો ઉપયોગ કરવાનો રહેશે.ગણિત અધ્યયન સંપુટ ક્રમિક રીતે શ્રવણ કથન મુજબ આગળ વધવાનું રહેશે. જોય ફૂલ શનિવાર સપ્તરંગી પ્રવૃત્તિ કરવાની રહેશે.નિયત આયોજન મુજબ કરવાનું રહેશે.

3.વિદ્યા પ્રવેશ શરૂઆત ત્રણ માસ આ કામગીરી કરવાની રહેશે.નાની પ્રવૃત્તિ કરવાની રહેશે.

4. પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક ...અનાજ , પેટર્ન ..અનાજ કઠોળ...વગેરે ધોમ1 થી 9 માટે બનાવેલ છે.દરેક રોજ લખવાની નથી.બાળકોના અભ્યાસ વાતારવરણ મુજબ આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ કરવાની રહેશે.

5. મારી લેખન પોથી.... આડી...ઊભી લીટી...બેઝિક થી આગળ મૂળાક્ષર મુજબ આગળ વધવાનું છે.ક્રમિક રીતે લેખન કરવાનું છે.રસોડામાં બધા પ્રકારની સામગ્રી હોય પણ જેવી રસોઈ એવી સામગ્રી વાપરવાની રહેશે.

6. ચિત્રપોથી ધો.1 થી 5 આપલે છે.આપને અનુકૂળ લાગે તે સમયે ચિત્રાપોથી પ્રવૃત્તિ કરવાની રહેશે.સાપ્તાહિક એક કે બે દિવસે કરવાની રહેશે.પ્રથમ પેજ માં લખાણ વાંચવું.ટાઇટલ 2 અને 3 ચોક્કસ વાંચવાનું રહેશે.ઝડપ, ચીવટ ગુણ વિકસે તે જોવું.વાલી ને સમયાંતરે બતાવી.

7. ધો 1 અને 2 ત્રણ નોટ બુક બે ખાન વાળા 1 લીટી વાળી ...જ્યારે લેખન કાર્ય કરાવતા હોય ત્યારે શ્રવણ કથન પછી લેખન પોતાની નોટ બુકમાં લખે તે ચકાસવાનું રહેશે.સમૂહ કાર્ય પણ ઉપયોગ કરી શકાય. શ્રુતલેખનમાં પણ તેનો ઉપયોગ કરી શકાય. ડોક્ટરે આપેલી દવાનું જેમ ઉપયોગ કરવાનો હોય તે સમયે સમયે એમ આ સાહિત્યનો પણ ઉપયોગ કરવાનો રહેશે.

8. સ્લેટ 75 10 પેન કુલ 85 રૂપિયા. સમય સમય ઉપયોગ કરવાનો રહેશે.

9. સ્ટેશનરી ઉપયોગ ટૂંક સમયમાં મળી જશે.

10. વિદ્યાર્થી પ્રગતિ રજીસ્ટર .. વિદ્યાર્થીની અધ્યયન નિષ્પતિ સિદ્ધ થઈ જાય ત્યારબાદ તેમાં એક માર્ક કરવાનું રહેશે. અધ્યયન સંપૂર્ણ આધારે તેની સ્થિતિ મુજબ તેનું મૂલ્યાંકન કરવાનું રહેશે. 

11. નિપુણ ભારતની શૈક્ષણિક અને વહીવટી માર્ગદર્શિકા... નિપુણ ભારત ના લક્ષ્યાંકો નો પરિચય કરવા માટે આપેલી છે.

12. વિદ્યા પ્રવેશ તેનો અભ્યાસ કરી શિક્ષકે અધ્યયન અધ્યાપન કાર્ય કરાવામાં આવે

13. સર્જન માટેની સ્ટેશનરી...900 ગ્રાન્ટ માંથી

14. અધ્યયન નિષ્પત્તિ ચાર્ટ .. વર્ગખંડમાં દેખાય તે રીતે તેનું નિદર્શન કરવાનું રહેશે. ખૂબ જ વ્યવસ્થિત રીતે તેને વર્ગમાં નિદર્શન કરવાનું રહેશે.

15. બોર્ડ બુક 26 પ્રકારના તેમાં 24 ચિત્રો આપેલા છે એક બુકમાં... સમય તેનો ઉપયોગ કરવાનો છે સમૂહ કાર્યમાં એકબીજાને પૂછતા થાય અને ચિત્ર જોઈને શીખે તે તેનું હેતુ છે. હિન્દી અને અંગ્રેજી ભાષામાં પણ તેને નામ આપવાનો પ્રયાસ કરેલો છે. ત્રણ ભાષામાં આપેલો છે ચાલુ વર્ષે સંસ્કૃત ઉપર તેનું કામગીરી ચાલુ છે.

16. લાડલી સ્ટોરી બુક... ચિત્રના આધારે વાર્તા અને સારી રીતે સમજાવી શકો તે માટે મોટા અક્ષર માટેનું ટાઈટલ આવેલું છે. બધી સામગ્રી અધ્યયન નિષ્પતિ સિદ્ધ કરતી હોય તે છે. 

17. વાર્તા નો વડલો દરેક ધોરણમાં પાંચ પાંચ સેટ આપેલા છે. ગિજુભાઈ બધેકાની વાર્તાઓ આપેલી છે. શિક્ષકોએ તેનો અભ્યાસ કરીને બાળકો સુધી એ વાર્તાનો પીરસવાની રહેશે. શિક્ષકે દિવાસ્વપ્ન પુસ્તક વાંચવું જોઈએ

18. વાર્તા પુસ્તિકા સેટ... 20 25 વર્ષમાં આપણે સાંભળેલી વાર્તાઓનો સંગ્રહ તેમાં કરેલો છે. સેટ અલગ અલગ 9 સેટ આપેલા છે. ત્રણ પુસ્તકાના અલગ સેટ આપેલા છે. 

19. અલી રીડર .... અધ્યયન નિષ્પતિ ના આધારે વાર્તાને સ્વરૂપમાં આપેલા છે. શબ્દો પરથી વાક્ય તરફ જતા હોય અને વાક્યો વાંચતા થાય તે રીતે તે સાહિત્ય આપેલું છે. 

20. સચિત્ર બાળપોથી... બાળકને ઘરની આસપાસ રહેલી સામગ્રી પોતે એ સામગ્રી વિશે ચાર થી પાંચ વાક્ય બોલતો થાય લખતો થાય તે તેનો ફાયદો થયેલો છે.

21. ચિત્ર કેલેન્ડર ... તેના આધારે પ્રશ્નોત્તરી કરવાની રહેશે. અંદર આપેલા પ્રશ્નો છે નમુના રૂપ છે તમારે તમારી પરિસ્થિતિ અને બાળકોની માનસિકતા મુજબ પ્રશ્નોત્તરી કરવાની રહેશે. બાળકને વિચારતો કરવાનો છે.

22. ફ્લેશ કાર્ડ... ત્રણ બોક્સ આપેલા છે. ધોરણ એક અને બે માટેના કાર્ડ આપેલા છે. તેનો ઉપયોગ એકમ મુજબ કરવાનો રહેશે. 

23. બીજા આપેલા ચાર્જ યોગ્ય જગ્યાએ બાળક નિદર્શન કરી શકે તે રીતે ગોઠવી શકાય છે. આપેલ ચાર્ટનો મહાવરો કરે અને બાળકને પ્રશ્ન પૂછવાના રહેશે. બાળક વિચારતો થાય અને તર્કસંગત પ્રશ્નો પૂછતો થાય તે તેનો હેતુ રહેલો છે.

24. પ્રજ્ઞા ચક્ષુ બાળકો માટે પણ સામગ્રી આપેલી છે. 

25. એનસીઆરટી દ્વારા આપેલી કીટ... અલી મેથેમેટિક્સ કીટ.. સમયે સમયે તેનો ઉપયોગ કરવાનો રહેશે. આઇઆઇટી ગાંધીનગર અને સમગ્ર શિક્ષા ની ટીમ દ્વારા તૈયાર કરેલી આ કીટનો ગણિત વિષયમાં ખૂબ જ તલસ્પર્શીય ઉપયોગ કરવાનો રહેશે. 

*રમે તેની રમતનો પણ આગ્રહ રાખવામાં આવેલો છે.* *વર્ગખંડમાં કઈ કઈ રમતો રમાઈ શકાય તેની યાદી બનાવવાની રહેશે. બાળકો સાથે શિક્ષકે પણ રમત રમવાની રહેશે. રમત ગમત માટેના સાધનો પણ શાળામાં ઉપલબ્ધ છે તેનો પણ ઉપયોગ કરવાનો રહેશે. સંગીતના સાધનો માટેની પણ ગયા વર્ષે ગ્રાન્ટ આપી હતી તો તે સાધનોનો પણ સમયે સમયે વર્ગખંડમાં ઉપયોગ કરવાનો રહેશે.*

તાલીમ જોવાની બાકી હોય તો નીચેની લિંકથી જોઈ શકો છો. 

ધો.1 અને 2 તાલીમ નવીન અભ્યાસ સામગ્રીનો ઉપયોગ અંગેની તાલીમ જોવા માટે અહીં ક્લિક કરો.

For Best View Please Open This Website In CHROME / OPERA Browser

No comments:

Post a Comment

Comments