વાલી સંમેલનનું આયોજન કરવા બાબત ઉપયોગી માહિતી તથા લેટર ડાઉનલોડ કરો
મહત્વપૂર્ણ લિંક
શાળા કક્ષાએ વાલી સંમેલનનું આયોજન કરવા બાબત લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો
૧૫ મી ઓગષ્ટ -૨૦૨૨ અન્વયે વાલી સંમેલનનું આયોજન કરવા બાબત . ઉપરોકત વિષય પરત્વે જણાવવાનું કે , વર્ષ - ૨૦૨૨-૨૩ અન્વયે ( EDN - 2 , સ્કૂલ ઓફ એક્ષલન્સના EAP માં આઇ.ઇ.સી કોમ્યુ.મોબી . ) બે વાલી સંમેલન અને ડોકયુમેન્ટેશન કરવાની જોગવાઇ કરેલ છે . ચાલુ વર્ષમાં " આઝાદી કા અમૃત મહોત્સવ ની ઉજવણી ચાલી રહેલ છે . ૧૫ મી ઓગષ્ટ -૨૦૨૨ સ્વતંત્ર દિનનું આયોજન કરવાનું થાય છે . સમાજમાં જાગૃતિ તથા જન્ જાગૃતિના સંદર્ભમાં ગામના આગેવાન નાગરિકો , કેળવણીકારો , શાળામાં ભણતા બાળકોને તથા વાલીઓને માહિતગાર કરવાના રહેશે . શાળાના વિકાસમાં જેટલો રસ ધરાવશે તેટલી શાળા વધારે સુવિધા થી સમૃધ્ધ બનશે . ઉપરાંત ગામના તમામ બાળકોને શાળામાં શિક્ષણ માટે નિયમિત મોકલશે અને ગુણવત્તાયુકત શિક્ષણની અનિવાર્યતા સમજશે . પરિણામે શાળા ધ્વારા સારા નાગરિકોનું ઘડતર થશે . વાલી જાગૃત હશે , તો જ બાળકોને સારા સંસ્કારોનું સિંચન કરશે . આ સંદર્ભમાં રાજયની તમામ સરકારી પ્રાથમિક શાળાઓ તેમજ KGBV માં વાલી સંમેલનનું આયોજન કરવા આથી જણાવવામાં આવે છે . ( ૧ ) વાલી સંમેલનના ચર્ચા કરવાના મુદા - સમગ્ર શિક્ષા ની અલગ અલગ એકટીવીટીની ચર્ચા . - શાળામાં શિક્ષણ WSDP ( Whole School Development Plan ) પર વિચારણા અને ચિંતન , - શાળા સ્વચ્છતા , ટોયલેટ સ્વચ્છ તેમજ ચોખ્ખું પાણી અંગે ચર્ચા
- - ચાલુ વર્ષ " આઝાદી કા અમૃત મહોત્સવ " ની ઉજવણીના ભાગરૂપે " હર ઘર તિરંગા " નું આયોજન કરવામાં આવેલ છે માટે વાલીઓ અને વિધાર્થીઓને જાણકારી આપવી . * વિશિષ્ટ જરૂરિયાતવાળા બાળકો CwSN સાધન સામગ્રીની પ્રાપ્તિ તથા તેના ઉપયોગની જાણકારી . - ટ્રાન્સપોર્ટ તથા એસ્કોર્ટની સગવડતાનું યોગ્ય આયોજન . ડ્રોપ આઉટ અને કન્યા શિક્ષણ માટે ચિંતન . જ્ઞાનકુંજ પ્રોજેકટ , મિશન સ્કૂલ ઓફ એકસેલન્સ કાર્યક્રમ બાબતે ચર્ચા . સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ રમત ગમતના કાર્યક્રમો બાબતે ચર્ચા . . - બાળકોના પ્રવેશ નિયમિતતા શિક્ષણની ગુણવત્તા . ૬ થી ૧૪ વર્ષની વયજૂથના શાળા બહારના બાળકોના પ્રવેશ અને સ્પેશિયલ ટ્રેનિંગ પ્રોગ્રામ , સીઝનલ હોસ્ટેલ તેમજ સ્કુલ ઓન વ્હીલ પ્રોજેકટ બાબતે ચર્ચા . . . વૃક્ષારોપણ , જળસંચય , ગ્રીનસ્કુલ , કમ્પ્યુટર લેબનો ઉપયોગ માટે વિચારણા . નવી શિક્ષણ નીતિ બાબતે . Foundational Literacy and Numeracy ( FLN ) મોડલ સ્કૂલ અને મોડેલ ડે સ્કૂલ વિશે ચર્ચા . NIPUN ભારત હેઠળ પાયાના વાંચન , લેખન અને ગણન કૌશલ્યો પર વધુ ભાર ( ર ) વાલી સંમેલનમાં કોણ આમંત્રિત હશે . એસ.એમ.સી / કે.એમ.સીના સભ્યો ઉપરાંત શાળામાં ભણતાં અન્ય બાળકોના વાલીઓ , જે તે વિસ્તારના વડીલ આગેવાન વ્યકિતઓ , ગામના રોલ મોડેલ સમાન વ્યકિતઓ ગામ પ્રેરક અને કર્મનિષ્ઠ વ્યકિતત્વ ધરાવતા કેળવણીકારો . ( ૩ ) શાળાઓમાં પ્રવૃતિઓની ચર્ચા પ્રથમ સત્રમાં તમામ એસ.એમ.સી કે.એમ.સી.માં ૧૫ મી ઓગસ્ટ ૨૦૨૨ ના સ્વાતંત્ર દિન નિમિત્તે વાલી સંમેલનની ઉજવણી કરવાનું આયોજન કરવાનું રહેશે . ( ૪ ) શાળા સુવિધા ગ્રાન્ટની ચર્ચા : r એક વાલી સંમેલનના રૂ .૩૦૦ / - એમ ( ૧ વાલી સંમેલનના સરભરા ખર્ચ રૂ .૨૦૦ / અને ડોકયુમેન્ટેશનના રૂ .૧૦૦ / - ) મંજુર થયેલ છે.જેથી આમ બે વાલી સંમેલનના તમામ સરકારી પ્રાથમિક શાળાઓ તથા કે.જી.બી.વીમાં શાળા દીઠ રૂ .૬૦૦ / -ખર્ચ કરવાનો રહેશે . ૨૬ મી જાન્યુઆરીના કાર્યક્રમની જાણ જેતે સમયે કરવામાં આવશે અને અત્રેની પત્ર પાઠવવામાં આવશે . આ ખર્ચ ( EDN - 2 , સ્કૂલ ઓફ એક્ષલન્સના EAP ) હેઠળ ઉધારવાનો રહેશે.આ અંગેની ગ્રાન્ટ જિલ્લા કક્ષાએથી એસ.એમ.સી / કે.એમ.સી માં PFMS થી જમા થાય તે રીતે કાર્યવાહી કરવા ડી.પી.સીશ્રીઓ અને શાસનાધિકારીશ્રીઓને જણાવવામાં આવે છે .
( ૫ ) વાલી સંમેલન માં નીચે મુજબની ખાસ તકેદારી રાખવીઃ ૧. વાલી સંમેલનમાં આવનાર સભ્યોને ( કોવીડ -૧૯ ) ગાઇડ લાઇનનું પાલન કરવાનું રહેશે . ૨. વાલી સંમેલનની સફળતાની શરતો માટે અસરકારક આયોજન તથા મોનીટરીંગ કરાવવાનું રહેશે . 3. જે વાલી સંમેલન થાય તેની વિગતવાર નોંધ રાખવી અને વિઝીટબુકમાં સહીઓ લેવી તથા ડોકયુમેન્ટેશન કરાવવાનું રહેશે . ૪. વાલી સંમેલનમાં જે સુચનો થયા હોય તેનું સત્વરે અમલીકરણ થાય તે ખાસ જોવાનું રહેશે . . ૫. વાલીસંમેલનનો સમય ગામના આગેવાનો તેમજ વાલીઓને અનુકૂળ હોય તેવો રાખવાનો રહેશે . ૬. વાલી સંમેલનનું પત્રક ( જિલ્લાનું એકંદરીકરણ પત્રક ) આ સાથે તૈયાર કરી સામેલ રાખેલ છે.જેમાં માહિતી ભરી અત્રે રજુ કરવા જણાવવામાં આવે છે . ક્રમ જિલ્લો સરકારી પ્રા.શાળાની સંખ્યા ૧૫ મી ઓગષ્ટ ૨૦૨૨ ની આંકડાકીય માહિતી પત્રક ફાળવવામાં આવેલ ગ્રાન્ટ કે.જી.બી.વી ની સંખ્યા
No comments:
Post a Comment