Pages

Search This Website

Monday, September 23, 2024

"એક રાષ્ટ્ર, એક વિદ્યાર્થી ID" (APAAR)" ID

 "એક રાષ્ટ્ર, એક વિદ્યાર્થી ID"  (APAAR)" ID 

શિક્ષણ મંત્રાલય, નવી દિલ્હી દ્વારા "એક રાષ્ટ્ર, એક વિદ્યાર્થી ID" ના ઉદ્દેશ્યોને પ્રાપ્ત કરવાના પ્રયાસમાં વિદ્યાર્થીઓની શૈક્ષણિક પ્રગતિ અને સિદ્ધિઓને ટ્રેક કરવા દરેક વિદ્યાર્થી માટે એક અનન્ય "ઓટોમેટેડ પરમેનેન્ટ એકેડેમિક એકાઉન્ટ રજિસ્ટ્રી (APAAR)" ID બનાવવામાં આવનાર છે જે શૈક્ષણિક સંસાધનોને ઉપયોગ કરવામાં પણ મદદરૂપ થશે અને કાયમી રહેશે.

APAAR IDએ ડિજીલોકર ઇકોસિસ્ટમને ઉપયોગ કરવા માટેનું GATEWAY છે જે विद्यार्थीधोने EXAM RESULTS, HOLISTIC रिपोर्ट कार्ड, LEARNING OUTCOMES ઉપરાંત અન્ય સિદ્ધિઓ જેવી કે, ઓલિમ્પિયાડ, રમતગમત, કૌશલ્ય પ્રશિક્ષણને ડિજિટલી સ્ટોર કરવાની મંજૂરી આપવામાં આવશે. આ ક્રેડિટ સ્કોરનો ઉપયોગ વિદ્યાર્થીઓ ભવિષ્યમાં તેમના ઉચ્ચ શિક્ષણ અને રોજગાર હેતુ માટે કરી શકશે.

Ministry of Education દરેક વિદ્યાર્થીના આધાર નંબરના આધારે APAAR ID જનરેટ કરશે જેના માટે વિદ્યાર્થીના માતાપિતાની અલગ સંમતિ Annexure-lમાં જરૂરી છે. આ રીતે એકત્રિત કરવામાં આવેલ ડેટાને ગોપનીય રાખવામાં આવશે અને આધાર નંબરને માસ્ક કરીને અન્ય સરકારી વપરાશકર્તાઓ સાથે ડેટા શેર કરવામાં આવશે.

સંદર્ભ-3 થી શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગ, શિક્ષણ મંત્રાલય, નવી દિલ્હી દ્વારા APAAR અંગે રાજ્ય સાથે વિડીયો કોન્ફરન્સથી થયેલ થયી મુજબ APAARના અમલીકરણ અને રોલઆઉટ માટે રાજ્ય કક્ષાએ સ્ટેટ પ્રોજેકટ ડાયરેકટરશ્રીની સ્ટેટ નોડલ ઓફિસર તરીકે, સ્ટેટ એમ.આઈ.એસ.કો.ઓર્ડિનેટરશ્રીની આસિસ્ટન્ટ નોડલ ઓફિસર તરીકે અને જિલ્લા કક્ષાએ જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની જિલ્લા નોડલ ઓફિસર તરીકે નિયુક્ત કરવામાં આવે છે.

જિલ્લાકક્ષા/શાળાકક્ષાએ જિલ્લા શિક્ષણાધિકારીશ્રી/આચાર્ય/મુખ્ય શિક્ષકશ્રી દ્વારા વિદ્યાર્થીના APAAR ID જનરેટ કરવા અંગેની કામગીરી માટે નીચેની બાબતો ધ્યાનમાં રાખી જરૂરી કાર્યવાહી કરવાની રહેશે.

(૧) જિલ્લા શિક્ષણાધિકારીશ્રી દ્વારા કાર્યક્ષેત્રમાં આવતી જિલ્લાની તમામ શાળાઓના આચાર્ય/મુખ્ય શિક્ષકશ્રીઓને દરેક વિદ્યાર્થીના APAAR ID જનરેટ કરવા માટે માતાપિતા/વાલીની સંમતિ Annexure-l પત્રક તથા APAAR ID અંગેનું સાહિત્ય મોકલી આપવાનું રહેશે.

(૨) શાળા કક્ષાએ APAAR IDના સંદર્ભમાં શાળાના તમામ વિદ્યાર્થીના માતાપિતા સાથે વાલી મિટિંગ યોજી APAAR IDની ઉપયોગિતા વિશે માહિતગાર કરી માતાપિતા/વાલીની Annexure- 1માં સંમતિ મેળવવાની રહેશે તેમજ માતાપિતા/વાલીના ADHAAR CARD અથવા અન્ય કોઇ કોટો આઈડી પ્રૂફ મેળવી શાળા કક્ષાએ જાળવવાની રહેશે.

(૩) વિદ્યાર્થીના આધાર નંબર થકી જ APAAR ID જનરેટ થશે જેથી શાળા દ્વારા UDISE+ Portalમાં જે વિદ્યાર્થીઓના ADHAAR CARDની વિગત ઉપલબ્ધ નથી તેવા કિસ્સામાં ADHAAR CARDની માહિતી મેળવી UDISE+ Portalમાં Update કરવાની રહેશે.

(૪) શાળા દ્વારા UDISE+ Portalમાં વિદ્યાર્થીના નામ, પિતાનું નામ, માતાનું નામ, લિંગ/જાતિ, જન્મતારીખ વગેરે વિગતની ADHAAR CARD મુજબ ખરાઈ કરવાની રહેશે જો તેમાં કોઈ

ભૂલ/ક્ષતિ જણાય તો શાળા કક્ષાએથી અથવા તાલુકા/જિલ્લા કક્ષાએથી સુધારવાની રહેશે. (૫) વિદ્યાર્થીઓના માતાપિતા/વાલીની Annexure-Iમાં મેળવેલ સંમતિને આધારે

શાળાકક્ષાએથી UDISE પોર્ટલમાં વિદ્યાર્થીઓના APAAR ID Generate કરવા સંમતિની વિગતો ઓનલાઈન ભરી આગળની કાર્યવાહી કરવાની રહેશે. 

સદર બાબતે ઉપરોક્ત વિગતો ધ્યાને લઈ શિક્ષણ મંત્રાલય, નવી દિલ્હી દ્વારા તા.૨૦/૦૯/૨૦૨૪ના રોજ APAAR અંગે રાજ્યો સાથેની વિડીયો કોન્ફરન્સમાં થયેલ ચર્ચા મુજબ ધોરણ ૯ થી ૧૨ના વિદ્યાર્થીઓના APAAR ID Generate કરવા અંગે પ્રાથમિક્તા આપી તા.૧૫/૧૦/૨૦૨૪ સુધીમાં તમામ માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓ કામગીરી પૂર્ણ કરે તે જિલ્લા શિક્ષણાધિકારીશ્રીએ સુનિશ્ચિત કરવાનું રહેશે. ત્યારબાદ પૂર્વ પ્રાથમિક થી ધોરણ-૮ સુધીના તમામ વિદ્યાર્થીઓના APAAR ID Generate કરવા અંગેની કામગીરી સંલગ્ન શાળાઓ હાથ ઘરે તે અંગેનું આયોજન કરવા જણાવવામાં આવે છે.

અપાર આઈડી બનાવવા માટેનો મહત્વનો પરિપત્ર વાંચવા માટે અહીં ક્લિક કરો 

અપાર આઈડી નું મહત્વ બાબત પીડીએફ જોવા માટે અહીં ક્લિક કરો. 

No comments:

Post a Comment

Comments