Pages

Search This Website

Thursday, October 3, 2024

નવી સેવામાં ઉચ્ચતર પગાર ધોરણ મેળવવા બાબત અગત્યનો ઠરાવ

નવી સેવામાં ઉચ્ચતર પગાર ધોરણ મેળવવા બાબત અગત્યનો ઠરાવ તારીખ 1 મે 2002 

સરકારી કર્મચારી મૂળ જગ્યા/સંવર્ગ/ સેવા છોડીને સીધી ભરતીથી અન્ય જગ્યા/સંવર્ગ/ સેવામાં જોડાય ત્યારે તેની અગાઉની સેવા/જગ્યા/સંવર્ગમાં મેળવતા છેલ્લા મૂળ પગારને રક્ષણ મળવાપાત્ર છે. સંદર્ભમાં દર્શાવેલ ક્રમાંક: (ર) ના તા. ૧૭- ૬-૯૪ ના ઠરાવ મુજબ આવું પગાર રક્ષણ જયારે કોઇ કર્મચારી નવી જગ્યા/સંવર્ગમાં સમકક્ષ કે ઉંચા પગાર ધોરણમાં જાય ત્યારે જ મળવાપાત્ર થાય છે. નીચા પગાર ધોરણમાં જાય તો પગાર રક્ષણ મળવાપાત્ર નથી.

આ વિભાગના તા. ૧૬-૮-૯૪ ના ઠરાવથી બઢતીની મર્યાદિત તકોના સંદર્ભમાં ઉચ્ચતર પગાર ધોરણ યોજના અમલમાં મુકવામાં આવેલી છે. તેથી જયારે કોઇ કર્મચારી એક સંવર્ગમાં નવ વર્ષ કરતા વધારે સમયની નિયમિત સેવા બજાવીને ઉચ્ચતર પગાર ધોરણનો લાભ મેળવ્યા પછી અન્ય સંવર્ગમાં સીધી ભરતીથી જોડાય ત્યારે તેને જુની જગ્યાએ મેળવેલ ઉચ્ચતર પગાર ધોરણનો લાભ ઉક્ત પગાર રક્ષણથી અપાય તેમજ સીધી ભરતીથી નવી જગ્યાએ નિમણુંક મેળવ્યા પછી નવ વર્ષ પુર્ણ થયે તે કર્મચારી ઉચ્ચતર પગાર ધોરણની માંગણી કરે તો આવા કિસ્સામાં ઉચ્ચતર પગાર ધોરણનો લાભ બેવડાય નહિ તે માટે વિચારણા કરવી જરૂરી જણાયેલ જે કર્મચારીને તેની અગાઉની મૂળ જગ્યાએ નવ વર્ષની નિયમિત સેવા પુર્ણ થયે પ્રથમ ઉચ્ચતર પગાર ધોરણનો લાભ મંજુર થયેલો હોય અને ત્યારબાદ તેણે અન્યત્ર નવી જગ્યા/સંવર્ગમાં કે જે સમાન પગાર ધોરણ કે ઉંચું પગાર ધોરણ ધરાવતી નવી જગ્યા હોય તેવી જગ્યાએ નિયમિત ભરતી પધ્ધતિથી સીધી ભરતીથી નિમણૂંક મેળવેલી હોય અને સાથોસાથ જુની જગ્યાએ મેળવેલા ઉચ્ચતર પગાર ધોરણનું રક્ષણ પણ મેળવેલું હોય તેવા કર્મચારીને, નવી જગ્યાએ સીધી ભરતીથી નિમણૂંક થયા પછી નવ વર્ષની સેવા બાદ ફરીથી ઉચ્ચતર પગાર ધોરણ મંજુર કરવામાં આવેલું હોય તો તેવા કેસમાં સંબંધિત કર્મચારીએ વિકલ્પ આપવાનો રહેશે કે તે જુની જગ્યાએ અગાઉ મેળવેલ ઉચ્ચતર પગાર ધોરણનો લાભ છેલ્લા મૂળ પગારના રક્ષણના આધારે ચાલુ રાખવા માંગે છે કે તે સીધી ભરતીથી નિમણૂંક મેળવી હોય તે નવી જગ્યામાં ઉચ્ચતર પગાર ધોરણનો લાભ લેવા માંગે છે. જો તે નવી જગ્યામાં ઉચ્ચતર પગાર ધોરણનો લાભ મેળવવાનો વિકલ્પ આપે તો જુની જગ્યાનું અગાઉ મેળવેલ ઉચ્ચતર પગાર ધોરણમાં મેળવેલ છેલ્લા પગારના રક્ષણ રદ કરવાનું રહેશે અને જો જુની જગ્યા/સંવર્ગમાં ઉચ્ચતર પગાર ધોરણમાં મેળવેલ છેલ્લા મૂળ પગારનું પગાર રક્ષણનો લાભ ચાલુ રાખવાનો વિકલ્પ આપે તો નવા સંવર્ગમાં તેને ઉચ્ચતર પગાર ધોરણ મંજુર કરતી વખતે દ્વિતીય ઉચ્ચતર પગાર ધોરણની શરતો લાગુ પડશે. આવો વિકલ્પ કર્મચારીએ આ હુકમો પ્રસિદ્ધ થયાની તારીખથી ત્રણ માસમાં આપવાનો રહેશે અને સંબંધિત કર્મચારીના કયેરીના વડા/ખાતાના વડાએ આવો વિકલ્પ ઉક્ત નિયત સમય મર્યાદામાં સંબંધિત કર્મચારી પાસેથી મેળવી લેવાનો રહેશે. જેથી પાછળથી પ્રશ્નો ઉભા ન થાય.

ર: જો કર્મચારી કોઇ વિકલ્પ ના આપે તો જુની જગ્યાએ મેળવેલા ઉચ્ચતર પગાર ધોરણમાં આકારેલા છેલ્લા પગારનું રક્ષણ મૂળ અસરથી રદ કરવાનું રહેશે. આ અંગેના હુકમો સંબંધિત કચેરીએ તાત્કાલીક કરવાના રહેશે તેમજ ઉપર દર્શાવ્યા મુજબના વિકલ્પને પરિણામે જે કોઈ રકમની વસુલાત કરવાની થતી હોય તો તેની વસુલાતની કાર્યવાહી સંબંધિત કચેરીએ તાત્કાલીક કરવાની રહેશે.

3: આ હુકમો થયા અગાઉ જે કર્મચારીને તેમની અગાઉ જુની જગ્યાએ પ્રથમ ઉચ્ચતર પગાર ધોરણ મંજુર થયેલ હોય અને ત્યારબાદ અન્યત્ર નવી જગ્યા/સંવર્ગમાં સીધી ભરતીથી નિમણુંક થઇ હોય તેમજ અગાઉ મેળવેલા ઉચ્ચતર પગાર ધોરણમાં મળતા છેલ્લા પગારનું રક્ષણ પણ મેળવેલું હોય તેવા કર્મચારીના કેસમાં તેની નવી નિમણૂંકની જગ્યાએ જો હજુ સુધી ઉચ્ચતર પગાર ધોરણ મંજુર થયેલ ન હોય અને પ્રથમ ઉચ્ચતર પગાર ધોરણની પાત્રતાની તમામ શરતો પરિપૂર્ણ થતી હોય તો તેવા કર્મચારીને નવી જગ્યાએ મળવાપાત્ર ઉચ્ચતર પગાર ધોરણ એ શરતે જ મંજુર કરવાનું રહેશે કે તેણે અગાઉ મેળવેલો પગાર રક્ષણનો લાભ જતો કરવાનો રહેશે. આ માટેનું જરૂરી બાંહેધરીપત્ર તે કર્મચારીએ સંબંધિત કચેરીને રજુ કરવાનું રહેશે અને પરિણામે જે કોઇ રકમ વસુલાત કરવાપાત્ર થાય તે મળવાપાત્ર ઉચ્ચતર પગાર ધોરણ સામે સરભર કરવાની રહેશે.

४: આ હુકમો થયા અગાઉ જો કોઇ કર્મચારીને તેમની જુની જગ્યાએ મળતા ઉચ્ચતર પગાર ધોરણના પગારનું રક્ષણ આપવામાં આવેલું હોય તો અને જો સંબંધિત કર્મચારીએ ઉક્ત પેટા-ફકરા-(૧) મુજબ વિકલ્પ આપેલ હોય તેવા કેસમાં પગાર રક્ષણ રદ કરવાના હુકમો તાત્કાલીક કરવાના રહેશે અને વધારાની રકમની વસુલાત પણ કરવાની રહેશે.

નવી સેવામાં ઉચ્ચતર પગાર ધોરણ મેળવવા બાબત અગત્યનો ઠરાવ

અગત્યની લીંક

અગત્યનો ઠરાવ જોવા માટે અહીં ક્લિક કરો.

No comments:

Post a Comment

Comments