નિપુણ ભારત અંતર્ગત ધોરણ ૧ થી ૮માં વાર્તા સ્પર્ધાના આયોજન બાબત
ઉપર્યુકત વિષય અને સંદર્ભ અન્વયે જણાવવાનું કે વર્ષ 2024-25 માટે જીસીઇઆરટી, ગાંધીનગર દ્વારા આપણા રાજ્યમાં 'નિપુણ ભારત અંતર્ગત બાળવાર્તા કાર્યક્રમ'નું આયોજન થયેલ છે. જે સારુ જીસીઇઆરટી, ગાંધીનગરના વર્ષ 2024-25ના એન્યુઅલ વર્કપ્લાન એન્ડ બજેટ (AWP&B)ના પાન નંબર 57 પર દર્શાવ્યા મુજબ 'નિપુણ ભારત - વાર્તા કાર્યક્રમ' માટે EDN -16Lના સદર હેઠળ ખર્ચ કરવાની જોગવાઇ થયેલ છે.
જે અંતર્ગત ચાલુ વર્ષે બાળકોના વકીલ તરીકે જાણીતા તેમજ 'મૂછાળી મા' તરીકે વિશ્વપ્રસિધ્ધ ગિજુભાઇ બધેકાના જન્મમાસ નવેમ્બર માસથી વર્ષ 2024-25 નિપુણ ભારત અંતર્ગત બાળવાર્તા કાર્યક્રમની શરૂઆત કરવાનું આયોજન થયેલ છે. જે સંદર્ભે નીચેની સૂચનાઓ અને સામેલ સ્પર્ધાના સમયગાળાને ધ્યાને લઇ જિલ્લાકક્ષાએથી જરૂરી આયોજન કરવા આથી જણાવવામાં આવે છે. સદર કાર્યક્રમના સુચારુ આયોજન સારુ ગત વર્ષની માફક શાળામાં, તાલુકા કક્ષાએ, બ્લૉકકક્ષાએ, જિલ્લાકક્ષાએ, ઝોનકક્ષાએ તેમજ રાજ્ય કક્ષાએ વાર્તા કાર્યક્રમનું આયોજન કરવાનું રહેશે. વાર્તા સ્પર્ધાનું આયોજન તમામ ડાયેટ પ્રાચાર્યશ્રી, ડીપીઇઓશ્રી, ડીઈઓશ્રી, શાસનાધિકારીશ્રીના સંકલનથી કાર્ય કરવાનું રહેશે.
ગત વર્ષ સુધી ધોરણ 1 થી 8 સુધીના બાળકો માટે વાર્તા કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું, પરંતુ શિક્ષણ વિભાગ દ્વારા વર્ષ-2023-24 થી બાલવાટિકા વર્ગનો સમાવેશ પ્રાથમિક શાળાના ભાગરૂપે કરેલ છે, આથી વર્ષ 2024-25 વાર્તા કાર્યક્રમમાં બાલવાટિકાના બાળકોનો પણ સમાવેશ કરવાનો રહેશે. વર્ષ 2024-25 વાર્તા કાર્યક્રમના ભાગરૂપે બાલવાટિકા થી ધોરણ 5 માટે વાર્તાકથન સ્પર્ધા અને ધોરણ 6 થી 8 માટે વાર્તાલેખન (નિર્માણ) સ્પર્ધાનું આયોજન કરવાનું રહેશે.
રાજ્યમાં આવેલ તમામ સરકારી પ્રાથમિક અને ઉચ્ચપ્રાથમિક શાળાઓમાં વાર્તાસ્પર્ધાનું આયોજન ફરજિયાત કરવાનું રહેશે. આ સ્પર્ધા નીચેના ત્રણ વિભાગમાં યોજવાની રહેશે.
1) શાળાકક્ષાની સ્પર્ધા :શાળામાં વાર્તાકથન તથા વાર્તાલેખન (નિર્માણ) સ્પર્ધાનું આયોજન કરવાનું થાય. શાળા કક્ષાએ પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમના સ્પર્ધકને પસંદ કરવાના રહેશે અને તે પૈકી દરેક વિભાગમાંથી માત્ર પ્રથમક્રમના વિજેતા સ્પર્ધકની એન્ટ્રી સી.આર.સી કક્ષાએ મોકલવાની રહેશે. શાળા કક્ષાની સ્પર્ધા માટે અત્રેથી કોઈપણ પ્રકારની ગ્રાન્ટની જોગવાઈ કરવામાં આવેલ નથી.
2) ક્લસ્ટર (સી.આર.સી.) કક્ષાની સ્પર્ધા : ક્લસ્ટરકક્ષાએ શાળાઓમાંથી વિવિધ સ્પર્ધાઓ માટે આવેલ પ્રથમક્રમના સ્પર્ધકોની એન્ટ્રીને આધારે સ્પર્ધાઓ યોજી સી.આર.સી. કોર્ડિનેટરે યાદી પૈકી પ્રથમ, દ્વિતીય અને તૃતીયક્રમના સ્પર્ધકની પસંદગી કરવાની રહેશે. દરેક વિભાગમાંથી માત્ર પ્રથમક્રમના વિજેતા સ્પર્ધકની એન્ટ્રી તાલુકા(બી.આર.સી.) કક્ષાની સ્પર્ધા માટે મોકલવાની રહેશે. ક્લસ્ટર (સી.આર.સી.) કક્ષાની સ્પર્ધા માટે અત્રેથી કોઈપણ પ્રકારની ગ્રાન્ટની જોગવાઈ કરવામાં આવેલ નથી.
3) તાલુકા કક્ષાની સ્પર્ધા : તાલુકા કક્ષાએ ક્લસ્ટરમાંથી વિવિધ સ્પર્ધાઓ માટે આવેલ પ્રથમક્રમના સ્પર્ધકોની એન્ટ્રીને આધારે સ્પર્ધાઓ યોજી તે પૈકી પ્રથમ, દ્વિતીય અને તૃતીયક્રમના સ્પર્ધકની પસંદગી કરવાની રહેશે. અને તે પૈકી દરેક વિભાગમાંથી માત્ર પ્રથમક્રમના વિજેતા સ્પર્ધકની એન્ટ્રી જિલ્લાકક્ષાની સ્પર્ધા માટે મોકલવાની રહેશે. તાલુકા કક્ષાની સ્પર્ધાનું સંકલન તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી અને બી.આર.સી. કો.ઓ સાથે રહી કરવાનું રહેશે.. તાલુકા (બી.આર.સી.) કક્ષાની સ્પર્ધા માટે ગ્રાન્ટની ફાળવણી અત્રેથી કરવામાં આવશે.
જિલ્લાકક્ષાની સ્પર્ધા : જિલ્લાકક્ષાએ તાલુકાકક્ષામાંથી વિવિધસ્પર્ધાઓ માટે આવેલ પ્રથમક્રમના
સ્પર્ધકોની એન્ટ્રીને આધારે સ્પર્ધાઓ યોજી તે પૈકી પ્રથમ, દ્વિતીય અને તૃતીયક્રમના સ્પર્ધકની પસંદગી કરવાની રહેશે અને તે પૈકી દરેક વિભાગમાંથી માત્ર પ્રથમક્રમના વિજેતા સ્પર્ધકની એન્ટ્રી રાજ્યકક્ષાએ મોકલવાની રહેશે. જિલ્લાકક્ષાની સ્પર્ધા ડાયેટ દ્વારા યોજવાની રહેશે. જિલ્લાકક્ષાની સ્પર્ધા માટે ગ્રાન્ટની ફાળવણી અત્રેથી કરવામાં આવશે.
5) ઝોનકક્ષાની સ્પર્ધા : ઝોનકક્ષાએ જિલ્લા કક્ષામાંથી વિવિધ સ્પર્ધાઓ માટે આવેલ પ્રથમક્રમના સ્પર્ધકોની એન્ટ્રીને આધારે સ્પર્ધાઓ યોજી તે પૈકી પ્રથમ, દ્વિતીય અને તૃતીયક્રમના સ્પર્ધકની પસંદગી કરવાની રહેશે અને તે પૈકી ત્રણેય વિભાગના પ્રથમ, દ્વિતીય અને તૃતીયક્રમના વિજેતા સ્પર્ધકની એન્ટ્રી ઝોનકક્ષાએ મોકલવાની રહેશે. જેમાં વિભાગ 1 - બાલવાટિકા થી ધોરણ 2ના વિદ્યાર્થીઓના વાર્તાકથનના વિડીયો સાથે ઝોન કક્ષાની સ્પર્ધા માટે નિયત થયેલ સ્થળે શિક્ષકશ્રી અથવા વાલીશ્રીએ ઉપસ્થિત રહેવાનું રહેશે. (વિભાગ 1ના બાળકોને રૂબરૂ ઉપસ્થિત રાખવાના રહેશે નહીં.) સ્પર્ધા ઝોનકક્ષાની સ્પર્ધા કલાઉત્સવ દ્વારા નિયત કરેલા ઝોનના જિલ્લા મુજબ યોજવાની થાય. ઝોન કક્ષાની સ્પર્ધા માટે ગ્રાન્ટની ફાળવણી અત્રેથી હવે પછીથી કરવામાં આવશે.
6) રાજ્યકક્ષાની સ્પર્ધા : રાજ્ય કક્ષાએ ઝોન કક્ષામાંથી વિવિધ સ્પર્ધાઓ માટે આવેલ પ્રથમક્રમના સ્પર્ધકોની એન્ટ્રીને આધારે સ્પર્ધાઓ યોજી તે પૈકી પ્રથમ, દ્વિતીય અને તૃતીયક્રમના સ્પર્ધકની પસંદગી કરી ત્રણેય વિભાગના પ્રથમ, દ્વિતીય અને તૃતીયક્રમના વિજેતા સ્પર્ધકની એન્ટ્રી રાજ્ય કક્ષાએ મોકલવાની થાય. જેમાં વિભાગ 1 બાલવાટિકા થી ધોરણ 2ના વિદ્યાર્થીઓના વાર્તાકથનના વિડીયો સાથે રાજ્ય કક્ષાની સ્પર્ધા માટે નિયત કરાયેલ સ્થળે લઇને શિક્ષકશ્રી અથવા વાલીશ્રીએ ઉપસ્થિત રહેવાનું રહેશે. (વિભાગ 1ના બાળકોને રૂબરૂ ઉપસ્થિત રાખવાના રહેશે નહીં.) રાજ્યકક્ષાની સ્પર્ધા જીસીઇઆરટી કચેરી દ્વારા નિયત કરેલા જિલ્લા મુજબ
No comments:
Post a Comment