Gunotsav 2.0 Accreditation New Pattern 2024-25
વર્ષ 2024-25 દરમિયાન થનાર ગુણોત્સવ 2.0 (સ્કૂલ એક્રેડિટેશન)
GCERT દ્વારા વર્ષ 2019-20 થી રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં અને વર્ષ 2023-24થી રાજ્યની સરકારી તેમજ ગ્રાન્ટ-ઇન-એઇડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ગુણોત્સવ 2.0 (સ્કૂલ એક્રેડિટેશન)ની પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. અત્યાર સુધીમાં પ્રાથમિક શાળાઓના એક્રેડિટેશનના કુલ ચાર અને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓનો એક્રેડિટેશનનો 1 રાઉન્ડ પૂર્ણ કરી તમામ શાળાઓને રિપોર્ટકાર્ડસ પુરા પાડવામાં આવેલ છે.
વધુમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 02020 માં પ્રકરણ 8 (Standard Setting and Accreditation for School Education)માં શાલેય શિક્ષણની ગુણવત્તા સુધારણા માટે કેટલીક ભલામણો કરવામાં આવેલ. જેમાં...
શાળા ગુણવત્તાયુક્ત શિક્ષણ પૂરું પાડવા અમુક ચોક્કસ માપદંડો અનુસરે તે ખૂબ જ અગત્યનું છે. ગુણવત્તાયુક્ત શિક્ષણ પૂરું પાડવા સબંધિત માપદંડોના નિર્ધારણ માટે રાજ્ય કક્ષાએ State School Standard Authority (SSSA)ની સ્થાપના કરવી.
SSSA અંતર્ગત શાળાઓની ગુણવત્તા ચકાસણી માટે વિવિધ ગુણવત્તા સબંધિત માપદંડોનો સમાવેશ થાય તે રીતે રાજ્યમાં વિવિધ સ્ટેકહોલ્ડર્સ (હિતધારકો) સાથે પરામર્શન કરી વૈશ્વિક સ્તરના વિવિધ માપદંડોને ધ્યાને રાખી SCERT દ્વારા School Quality Assessment and Accreditation Framework (SQAAF)નું નિર્માણ કરવું, જે અંતર્ગત GCERT દ્વારા સ્કૂલ એક્રેડિટેશન ફ્રેમવર્કનું નિર્માણ કરેલ છે.
SSSA અંતર્ગત શાળાઓની જવાબદેહિતા નક્કી થઇ શકે તે માટે સાચી અને અપડેટેડ વિગતો પારદર્શક રીતે લોકો સમક્ષ વેબસાઈટના માધ્યમથી મુકવી તેવી ભલામણ થયેલ છે જે અનુસંધાને GCERT-GSQAC દ્વારા સ્કૂલ એક્રેડિટેશનના ડેટાને પબ્લિક ડીસ્કલોઝર સ્વરૂપે વેબસાઇટ પર મુકવામાં આવશે જેથી સ્ટેકહોલ્ડર્સ પાસેથી તેને સબંધિત ફીડબેક મળે તેવી સુવિધા ઉપલબ્ધ થશે.
GSQAC દ્વારા GCERTના માર્ગદર્શન હેઠળ સરકારી તેમજ અનુદાનિત પ્રાથમિક તેમજ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના એક્રેડિટેશન માટે ફ્રેમવર્ક તૈયાર કરવામાં આવેલ છે તેમજ આ ફ્રેમવર્કને આધારે સ્કૂલ એક્રેડિટેશનની કામગીરી હાથ ધરવામાં આવે છે. NEP-2020 અંતર્ગત કરવામાં આવેલ ઉપરોક્ત ભલામણો તેમજ સંદર્ભ દર્શિત ફાઈલ પર મળેલ મંજુરી અન્વયે વર્ષ 2024-25થી રાજ્યની શાળાઓમાં નીચે મુજબના ફેરફાર સાથે સ્કૂલ એક્રેડિટેશન પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે.
સરકારી પ્રાથમિક શાળાઓ માટે :
સરકારી પ્રાથમિક શાળાઓ માટે નીચે મુજબના મુખ્ય ચાર ભાગમાં સ્કૂલ એક્રેડિટેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે.ભાગ-1 : સ્વ-મૂલ્યાંકન:
આ ભાગ અંતર્ગત સ્કૂલ એક્રેડિટેશન ફ્રેમવર્કમાં સમાવિષ્ટ પ્રક્રિયા (Process) આધારિત માપદંડોનો સમાવેશ થાય છે. આ ભાગમાં સમાવિષ્ટ માપદંડોનું શાળા દ્વારા સ્વ-મૂલ્યાંકન કરવામાં આવશે. આ ભાગ અંતર્ગત કુલ 1000 ગુણનું શાળા દ્વારા સ્વ-મૂલ્યાંકન કરવામાં આવશે જેમાંથી શાળાને પ્રાપ્ત થતા ગુણને 200 માંથી મળવાપાત્ર ગુણમાં રૂપાંતરિત કરવામાં આવશે. આમ, સ્વ-મૂલ્યાંકનનો કુલ ભારાંક 20% રહેશે. સ્વ-મૂલ્યાંકનના ડેટાને દરેક શાળાએ રાજ્ય કક્ષાએથી સૂચિત ચોક્કસ પ્લેટફોર્મના માધ્યમથી રાજ્યકક્ષાએથી નિર્ધારિત થયેલ નિશ્ચિત સમયમર્યાદામાં બિનચૂક સબમિટ કરવાનો રહેશે. નિશ્ચિત સમયમર્યાદામાં સબમિટ કરવામાં આવેલ સ્વ-મૂલ્યાંકનના ડેટાને જ શાળાના રિપોર્ટકાર્ડ બનાવવાની કામગીરી માટે ગણતરીમાં લેવામાં
આવશે.
ભાગ-2: CRC કો-ઓર્ડીનેટર દ્વારા મૂલ્યાંકન:
આ ભાગમાં વર્ગખંડ અવલોકનનો સમાવેશ થાય છે. શાળાના સબંધિત CRC કો-ઓર્ડીનેટર દ્વારા વર્ગખંડ અવલોકન સબંધિત માપદંડોનું મૂલ્યાંકન કરી તેનો ડેટા રાજ્ય કક્ષા એથી સૂચિત તેવા પ્લેટફોર્મ પર સબમિટ કરવાનો રહેશે. આ ભાગ અંતર્ગત કુલ 200 ગુણનું CRC કો-ઓર્ડીનેટર દ્વારા મૂલ્યાંકન કરવામાં આવશે. CRC કો-ઓર્ડીનેટર દ્વારા મૂલ્યાંકનનો ફુલ ભારક 20% રહેશે. CRC કો-ઓર્ડીનેટર દ્વારા મૂલ્યાંકન થયેલ ડેટાને દરેક CRC કો-ઓર્ડીનેટરે રાજ્ય કક્ષાએથી સૂચિત યોક્કસ પ્લેટફોર્મના માધ્યમથી રાજ્યકક્ષાએથી નિર્ધારિત થયેલ નિશ્ચિત સમયમર્યાદામાં બિનચૂક સબમિટ કરવાનો રહેશે. નિશ્ચિત સમયમર્યાદામાં સબમિટ કરવામાં આવેલ ડેટાને જ શાળાના રિપોર્ટકાર્ડ બનાવવાની કામગીરી માટે ગણતરીમાં લેવામાં આવશે.
ભાગ-૩: રાજ્ય કક્ષાએ ઉપલબ્ધ થતાં ડેટા આધારિત મૂલ્યાંકન :
આ ભાગમાં એક્રેડિટેશન કર્મવર્કના આઉટપુટ આધારિત એવા માપદંડોનો સમાવેશ થાય છે કે જેનો ડેટા સીધો રાજ્ય કક્ષાએ વિધા સમીક્ષા કેન્દ્ર (VSK), ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ અને રાજ્ય પરીક્ષાબોર્ડ પાસેથી પ્રાપ્ત થશે. આ ભાગ અંતર્ગત રાજ્ય કક્ષાએ પ્રાપ્ત થયેલ વિવિધ ડેટાને આધારે કુલ 600 ગુણનું મૂલ્યાંકન કરવામાં આવશે. રાજ્ય કક્ષાએ ઉપલબ્ધ થતા ડેટા આધારિત મૂલ્યાંકનનો કુલ ભારાંક 60% રહેશે. દરેક શાળાએ રાજ્ય કક્ષાએથી સૂચિત ચોક્કસ પ્લેટફોર્મના માધ્યમથી રાજ્યકક્ષાએથી નિર્ધારિત થયેલ નિશ્વિત સમયમર્યાદામાં આ ડેટા બિનચૂક સબમિટ કરવાનો રહેશે. નિશ્ચિત સમયમર્યાદામાં સબમિટ કરવામાં આવેલ ડેટાને જ શાળાના રિપોર્ટકાર્ડ બનાવવાની કામગીરી માટે ગણતરીમાં લેવામાં આવશે.
ભાગ-4 : ક્રોસ વેરિફિકેશન:
આ ભાગ અંતર્ગત સ્કૂલ એક્રેડિટેશન માટે નિયત થયેલ શાળાઓની કુલ સંખ્યાના મહત્તમ 33% સુધીની શાળાઓમાં વેરીફાયર્સના માધ્યમથી શાળાઓ દ્વારા થયેલ સમગ્ર સ્કૂલ એક્રેડિટેશન પ્રક્રિયાનું ક્રોસ વેરિફિકેશન કરવામાં આવશે. જે શાળાઓમાં ક્રોસ વેરિફિકેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે તેવી શાળાઓ માટે વેરીફાયર્સ દ્વારા થયેલ મૂલ્યાંકન આધારિત ગ્રેડ તેનો અંતિમ ગ્રેડ રહેશે.
સરકારી પ્રાથમિક શાળાઓ, સરકારી તેમજ ગ્રાન્ટ-ઇન-એઇડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માટે નીચે મુજબના મુખ્ય ચાર ભાગમાં સ્કૂલ એક્રેડિટેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે.
ભાગ-1 : સ્વ-મૂલ્યાંકન:
આ ભાગ અંતર્ગત સ્કૂલ એક્રેડિટેશન ફ્રેમવર્કમાં સમાવિષ્ટ પ્રક્રિયા (Process) આધારિત માપદંડોનો સમાવેશ થાય છે. આ ભાગમાં સમાવિષ્ટ માપદંડોનું શાળા દ્વારા સ્વ-મૂલ્યાંકન કરવામાં આવશે. આ ભાગ અંતર્ગત કુલ 1000 ગુણનું શાળા દ્વારા સ્વ-મૂલ્યાંકન કરવામાં આવશે જેમાંથી શાળાને પ્રાપ્ત થતા ગુણને 200 માંથી મળવાપાત્ર ગુણમાં રૂપાંતરિત કરવામાં આવશે. આમ, સ્વ-મૂલ્યાંકનનો કુલ ભારાંક 20% રહેશે. સ્વ-મૂલ્યાંકનના ડેટાને દરેક શાળાએ રાજ્ય કક્ષાએથી સૂચિત ચોક્કસ પ્લેટફોર્મના માધ્યમથી રાજ્યકક્ષાએથી નિર્ધારિત થયેલ નિશ્ચિત સમયમર્યાદામાં બિનચૂક સબમિટ કરવાનો રહેશે. નિશ્ચિત સમયમર્યાદામાં સબમિટ કરવામાં આવેલ સ્વ-મૂલ્યાંકનના ડેટાને જ શાળાના રિપોર્ટકાર્ડ બનાવવાની કામગીરી માટે ગણતરીમાં લેવામાં
આવશે.
ભાગ-2 : વર્ગખંડ આવલોકન આધારિત મૂલ્યાંકન:
આ ભાગમાં વર્ગખંડ અવલોકનનો સમાવેશ થાય છે. શાળાના આચાર્ય દ્વારા વર્ગખંડ અવલોકન સબંધિત માપદંડોનું મૂલ્યાંકન કરી તેનો ડેટા રાજ્યકક્ષાએથી સૂચિત તેવા પ્લેટફોર્મ પર સબમિટ કરવાનો રહેશે. આ ભાગ અંતર્ગત શાળાના આચાર્ય દ્વારા કુલ 200 ગુણનું મૂલ્યાંકન કરવામાં આવશે. શાળાના આચાર્ય દ્વારા મૂલ્યાંકનનો કુલ ભારાંક 20% રહેશે. શાળાના આચાર્ય દ્વારા મૂલ્યાંકન થયેલ ડેટાને દરેક આચાર્ય દ્વારા રાજ્ય કક્ષાએથી સૂચિત ચોક્કસ પ્લેટફોર્મના માધ્યમથી રાજ્યકક્ષાએથી નિર્ધારિત થયેલ નિશ્ચિત સમયમર્યાદામાં બિનચૂક સબમિટ કરવાનો રહેશે. નિશ્ચિત સમયમર્યાદામાં સબમિટ કરવામાં આવેલ ડેટાને જ શાળાના રિપોર્ટકાર્ડ બનાવવાની કામગીરી માટે ગણતરીમાં લેવામાં આવશે.
ભાગ-૩: રાજ્ય કક્ષાએ ઉપલબ્ધ થતાં ડેટા આધારિત મૂલ્યાંકન :
આ ભાગમાં એક્રેડિટેશન કર્મવર્કના આઉટપુટ આધારિત એવા માપદંડોનો સમાવેશ થાય છે કે જેનો ડેટા સીધો રાજ્ય કક્ષાએ વિધા સમીક્ષા કેન્દ્ર (VSK), ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ અને રાજ્ય પરીક્ષાબોર્ડ પાસેથી પ્રાપ્ત થશે. આ ભાગ અંતર્ગત રાજ્ય કક્ષાએ પ્રાપ્ત થયેલ વિવિધ ડેટાને આધારે કુલ 600 ગુણનું મૂલ્યાંકન કરવામાં આવશે. રાજ્ય કક્ષાએ ઉપલબ્ધ થતા ડેટા આધારિત મૂલ્યાંકનનો કુલ ભારાંક 60% રહેશે. દરેક શાળાએ રાજ્ય કક્ષાએથી સૂચિત ચોક્કસ પ્લેટફોર્મના માધ્યમથી રાજ્યકક્ષાએથી નિર્ધારિત થયેલ નિશ્વિત સમયમર્યાદામાં આ ડેટા બિનચૂક સબમિટ કરવાનો રહેશે. નિશ્ચિત સમયમર્યાદામાં સબમિટ કરવામાં આવેલ ડેટાને જ શાળાના રિપોર્ટકાર્ડ બનાવવાની કામગીરી માટે ગણતરીમાં લેવામાં આવશે.
ભાગ-4 : ક્રોસ વેરિફિકેશન:
આ ભાગ અંતર્ગત સ્કૂલ એક્રેડિટેશન માટે નિયત થયેલ શાળાઓની કુલ સંખ્યાના મહત્તમ 33% સુધીની શાળાઓમાં વેરીફાયર્સના માધ્યમથી શાળાઓ દ્વારા થયેલ સમગ્ર સ્કૂલ એક્રેડિટેશન પ્રક્રિયાનું ક્રોસ વેરિફિકેશન કરવામાં આવશે. જે શાળાઓમાં ક્રોસ વેરિફિકેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે તેવી શાળાઓ માટે વેરીફાયર્સ દ્વારા થયેલ મૂલ્યાંકન આધારિત ગ્રેડ તેનો અંતિમ ગ્રેડ રહેશે.
ઉપર જણાવ્યા મુજબ સરકારી પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ તેમજ ગ્રાન્ટ ઇન એઇડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં સ્કૂલ એક્રેડિટેશનની કામગીરી ટૂંક સમયમાં શરુ કરવામાં આવનાર હોય ગુણોત્સવ 2.0(સ્કૂલ એક્રેડિટેશન) માટેની માર્ગદર્શિકા આ સાથે બિડાણમાં સામેલ છે. સ્કૂલ એક્રેડિટેશનની પ્રક્રિયાની વિસ્તૃત સમજૂતી માટે GCERT દ્વારા BISAG-Nના માધ્યમથી તમામ શાળાના આચાર્ય, મુખ્ય શિક્ષક તથા સી.આર.સી કો-ઓર્ડીનેટર્સ માટે તાલીમનું આયોજન કરવામાં આવશે.
ઉક્ત તમામ બાબતે શાળાઓને આપની કક્ષાએથી જરુરી સૂચનાઓ આપવા તેમજ બિડાણમાં સામેલ માર્ગદર્શિકા શાળાઓને સોફ્ટકોપીમાં વધુ અભ્યાસાર્થે મોકલી આપવા જણાવવામાં આવે છે.
અગત્યની લીંક
No comments:
Post a Comment